Ahmedabad: અમદાવાદના સ્ટ્રીટ વેન્ડરોને વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્તિ અપાવવા પોલીસે શરુ કર્યો ‘May We Help’ પ્રોજેક્ટ, બેંકના અધિકારીઓ પણ આવ્યા મદદે

shadow
3 Min Read

અમદાવાદ: રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે.

અમદાવાદ પોલીસ સ્ટ્રીટ વેન્ડરોની મદદે આવી

અમદાવાદ: રાજ્યનું ગૃહ વિભાગ સામાન્ય જનતાને વ્યાજખોરીના વિષમાંથી મુક્તિ અપાવવા માટે દિવસ રાત એક કરીને લોકો વચ્ચે તેમની સમસ્યા સાંભળી રહ્યું છે. જેનાં ભાગરુપે અમદાવાદ શહેર પોલીસ પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર પાસે જઈ વ્યાજખોરોની માયાજાળમાંથી બહાર લાવવાનું અભિયાન હાથ ધર્યું છે.
 
રાજ્યભરમાં વ્યાજખોરોના આતંકથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે મેગા ડ્રાઇવ ચલાવી રહ્યું છે. રાજ્યભરમાં વ્યાજખોરો સામે ફરીયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અત્યાર સુઘી 47 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં હવે શહેર પોલીસ દ્વારા સ્ટ્રીટ વેન્ડર એટલે કે લારી, પાથરણાં વાળા, ટી સ્ટોલ ધારકો કે જેઓ રોજ કમાઈને ખાય છે. તેઓ વ્યાજખોરોની ચુંગલમાં ન આવે અને નિર્ભય બની વેપાર કરે તે માટે ‘મે વી હેલ્પ’ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. 

આજથી 3 દીવસ સુધી અમદાવાદ શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનના PI, PSI સહિત ડિવિઝન અને ઝોનના અધિકારીઓ તેમનાં વિસ્તારના મુખ્ય પાથરણાં કે લારી ગલ્લા ધારકોને મળી વ્યાજે રૂપિયા ન લઈ, બેન્ક મારફતે અધિકૃત આર્થિક મદદ લેવા માટે પ્રેરિત કરી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરી લોન આપવા માટેના ફોર્મ પણ ભરી રહ્યાં છે. રસપ્રદ બાબતે છે કે આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપી રહી છે. 

અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી.

જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

 અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

Share this Article
Leave a comment