Ahmedabad: અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સતત બીજા દિવસે દરોડા, 12 જુગારીઓની ધરપકડ

shadow
3 Min Read

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે.

માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી

અમદાવાદ: શહેરના માધુપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી છે. ઇદગાહ સર્કલ સીટી સેન્ટર કોમ્પલેક્ષ પાસે જુગારધામ ઉપર રેડ કરતા ખળભળાટ મચી ગયો છે. સતત બીજા દીવસે રેડની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 75 હજારના મુદ્દામાલ સાથે 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે SMC ની રેડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગઇકાલની રેડ બાદ PI અને D સ્ટાફના PSI સહિત તેના સ્ટાફની કરાઈ બદલી કરી નાખવામાં આવી હતી.

જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

 અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ કર્યો આપઘાત

સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.  મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, ‘મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી’  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે.

તો બીજી તરફ પોલીસે પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી તેની બનેલી તમામ આપવીતી જણાવી હતી. ‘મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી’ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાના બે સંતાનો છે. પતિ પ્રવિણ ગોસ્વામીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપી પત્નીની હત્યા કરાવતા ચકચાર

અમદાવાદમાં પત્નીના હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર પત્નીની હત્યા કરવા માટે પતિએ જ સોપારી આપી હતી. આ મામલે IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાનું નામ મનીષા દુધેલા હતું, આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું. 

તમને જણાવી દઈએ કે, 6 મહિના પહેલા મહિલાની હત્યા થઈ હતી. 22 જુલાઈ 2022 માં મનીષાબેનનું ખૂન થયુ હતું. જે બાદ તેમની માતાએ ફરિયાદ કરી હતી. 302 કલમ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. મહિલાના મર્ડરના આરોપીની તેલંગાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ગળાના ભાગે ઇજા કરી હત્યા કરાઈ હતી. આરોપીની પૂછપરશ બાદ મોટા ખુલાસા થયા હતા.

Share this Article
Leave a comment