Surat: વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સુરત પોલીસની અનોખી પહેલ, લોકોને સસ્તા વ્યાજે રુપિયા અપાવવા જાહેર કર્યો ફોન નંબર

shadow
3 Min Read

સુરત:  શહેર પોલીસ દ્વારા ઉંચા વ્યાજે રુપિયા લેતા લોકોને વ્યાજખોરોથી બચાવવા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત પોલીસ 100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોકોને લોન મળે તેવી માહિતી આપશે.

પ્રતિકાત્મક તસવીર

સુરત:  શહેર પોલીસ દ્વારા ઉંચા વ્યાજે રુપિયા લેતા લોકોને વ્યાજખોરોથી બચાવવા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત પોલીસ 100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોકોને લોન મળે તેવી માહિતી આપશે. વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ન ફસાય તેના માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ થકી લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવાનો અભિગમ સરકાર દ્વારા દાખવવામાં આવ્યો છે. સરકારની આ ઝુંબેશમાં સુરત શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે

સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં 160થી વધુ વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 160થી વધુ ફરિયાદમાં પોલીસે 255થી વધુ લોકોની ધરપકડ કરી છે. શહેર પોલીસે લોકોને વ્યાજના ખપ્પરમાં છોડાવવા માટે કાર્યવાહી કરી છે. સુરત શહેરમાં કેટલાક એવા વ્યાજખોર છે કે, જે લોકોને ઊંચા વ્યાજે રકમ આપતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થકીથી વ્યાજખોરો ફફડાટ ફેલાયો હતો..પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં સૂઓમોટો લઈને ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. 

 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે

પોલીસે વ્યાજખોર દ્વારા કેટલાક લોકોની મિલકતો પણ ખોટી રીતે વ્યાજના નામે પચાવી પાડવામાં આવી હતી. જે મિલકતો પણ પોલીસ દ્વારા વ્યાજખોરો પાસેથી છોડાવી લોકોને પરત કરાવી છે. વ્યાજખોર સામે પોલીસની કડક કાર્યવાહીની કારણે વ્યાજખોર પોતાની લીલા સંકેલી લીધી છે. વ્યાજખોર દ્વારા વ્યાજનો ધંધો બંધ કરી દેવાતા લોકોને હવે મુશ્કેલી પડી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા લોકો ફરી વ્યાજના ચક્કરમાં ના ફસાય તે માટે નવો અભિગમ અપનાવામાં આવ્યો છે. શહેર પોલીસ હવે લોકોને બેંકમાંથી લોન અપાવવાનું કામ કરશે. લોકોને લોન માટેની સમજણ હવે પોલીસ આપશે. જે કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય તેમને 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે.
 
13 જેટલી સ્કીમોની માહિતી લોકોને આપવામાં આવશે

કોલ કર્યા પછી પોલીસ જે તે વ્યક્તિની માહિતીની નોંધ કરશે. નોંધ કર્યા પછી પોલીસ આ માહિતી બેંકના કર્મચારીને આપશે. બેંક જે તે વ્યક્તિની ખરાઈ કરીને લોન આપશે. સુરત શહેર પોલીસ દ્વારા બેંકોમાં ચાલતી 13 જેટલી સ્કીમોની માહિતી લોકોને આપવામાં આવશે અને તે અંતર્ગત લોકોને લોન અપાવવામાં આવશે. પોલીસે તમામ કો ઓપરેટિવ તેમાં નેશનલાઈઝડ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી લોન અપાવવા માટેની તૈયારીઓ કરાઇ છે.

Share this Article
Leave a comment