Surat: આ શહેરમાં સ્પા સંચાલકોએ વિદેશી યુવતીઓના ડેટા પોલીસને આપવા પડશે, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

shadow
1 Min Read

Surat News: સ્ટાફના ફોટો-પ્રુફ પોલીસ મથકે આપવાના રહેશે. હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

Surat: ડાયમંડ નગરી સુરતમાં સપાની આડમાં દેહ વ્યાપારને ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. ગત થોડા દિવસોમાં પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડીને આવા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ હવે સુરતમાં સ્પા સંચાલકોએ વિદેશી યુવતીઓ ના ડેટા પોલીસને આપવો પડશે. સ્પાના નામે દેહ વિક્રયની બદી દિનપ્રતિદિન વધતી હોવાથી પોલીસે આ પગલાં લીધા છે. ઉલ્લેખનીય છે કે વિદેશી યુવતીઓને વિઝા લઈ કામ કરવા પર પ્રતિબંધ છે. સ્ટાફના ફોટો-પ્રુફ પોલીસ મથકે આપવાના રહેશે. હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી કરશે.

Share this Article
Leave a comment