Vadodara News: રાજુ રબારી અને જીગ્નેશ જોશી વચ્ચે કોઈ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મારક હથિયારો સાથે પ્રદર્શન થતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. વાડી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
Vadodara: વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ભાજપના કાર્યકરો વચ્ચે ધીંગાણું થયું હતું. ગાજરવાડી રબારીવાસમાં તીક્ષ્ણ હથિયાર સાથે કાર્યકરો ધસી આવ્યા હતા. રાજુ રબારી અને જીગ્નેશ જોશી વચ્ચે કોઈ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મારક હથિયારો સાથે પ્રદર્શન થતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. વાડી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
શું છે મામલો
ગાજરાવાડી રામનાથ સ્મશાન સામે રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાજુ રબારી અને તેમના પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ સમયે ભાજપનો કાર્યકર્તા જીગ્નેશ જોશી ઉર્ફે જીગો તેના મળ્યાઓ સાથે ત્યાં ધસી આવ્યો હતો.તેમણે મકાનમાં ઘુસી તોડફોડ કરવા સાથે મહિલાઓ પર હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે.
રાજુ રબારીના મકાનમાં સભ્યો હાજર ન હોવાથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ જીગા જોશી અને તેમના મળતીયાઓનો સામનો કરતા અથડામણ થઈ હતી. જેમાં ટોળાએ જીગ્નેશ જોશી અને તેના મળતીયાઓને માર મારતા તેઓ સ્થળ પર વાહનો અને હથિયારો છોડી ફરાર થયા હતા.
ઘટના અંગેની જાણ વાડી પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ફાફલો સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર મુકેલા 5 થી 6 વાહનોને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી તલવાર સહિત મારક હથિયારો મળી આવતા તેને કબજે લઈ ફરિયાદ નોંધાવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.