લાઇસાન્સ વાળી રિવોલ્વર તથા ઓસ્ટ્રેલીયાથી આવેલા પુત્રનો પાસપોર્ટ ચોરાયો હોવાની માહિતી સામે આવી છે.
વડોદરા: વડોદરામાં સાવલી ભાજપના નેતા પ્રવિણ પંડ્યાના ઘરમાં ચોરીની ઘટના બની છે. આ ચોરીની ઘટનામાં લાઇસાન્સ વાળી રિવોલ્વર તથા ઓસ્ટ્રેલીયાથી આવેલા પુત્રનો પાસપોર્ટ ચોરાયો હોવાની માહિતી સામે આવી છે. આ ચોરીની ઘટનાને લઈને પાણીગેટ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા સ્થિત રહેતા પ્રવિણ પંડ્યા સાવલીના પ્રભારી છે. પુત્રીના ઘરેથી રાતે પોણા નવ વાગે પરત ફરતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઓસ્ટ્રેલીયાથી આવેલો પુત્ર બાલાસીનોરના માજી ધારાસભ્યને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ઘરે આવતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.