Vadodara: રાજ્યના આ મોટા શહેરમાં જુનિયર કલાર્કથી થશે ભરતી, જાણો વિગતે

shadow
2 Min Read

Jobs: ગૌણ સેવા પસંદગી મંડળ જૂની ક્લાર્ક ની પરીક્ષા યોજશે. 552 ભરતી માટે 1,18,774 ઉમેદવારોએ રસ દાખવ્યો છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

Vadodara: રાજ્યમાં નોકરીવાંછુઓ માટે સારા સમાચાર છે.  વડોદરા મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ જૂની ક્લાર્ક ની પરીક્ષા યોજશે. 552 ભરતી માટે 1,18,774 ઉમેદવારોએ રસ દાખવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સભામાં દરખાસ્ત મુકશે. આજે યોજાનારી સભામાં દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

Intelligence Bureauમાં બનવું છે અધિકારી? બહાર પડી મોટી ભરતી

ભારતીય ગુપ્તચર એજન્સીએ થોડા સમય પહેલા બમ્પર પોસ્ટની ભરતી માટે એક જાહેરાત પ્રકાશિત કરી હતી. IBએ આ ખાલી જગ્યાઓ અંગે ફરી એક નવું અપડેટ જારી કર્યું છે. આ અંતર્ગત આ પોસ્ટની નોંધણીની તારીખ અને છેલ્લી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના સમયપત્રક મુજબ આ ખાલી જગ્યાઓ માટે 21 જાન્યુઆરીથી અરજી શરૂ થવાની હતી, પરંતુ તેમ થયું નહોતું. હવે આ માટે રજીસ્ટ્રેશન 28 જાન્યુઆરી 2023થી શરૂ થશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તેઓએ આ નવી તારીખની નોંધ લેવી. 

છેલ્લી તારીખ પણ બદલાઈ

નોંધણીની તારીખ સાથે, ગૃહ વિભાગે અરજી કરવાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 હતી, જે હવે બદલીને 17 ફેબ્રુઆરી 2023 કરવામાં આવી છે. આ અંગે માહિતી મળી રહી છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે આ તારીખ બદલવામાં આવી છે. હવે નવી તારીખો અનુસાર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Share this Article
Leave a comment