Vadodara: રેકડી ચલાવતી મહિલાને દબાણ શાખાએ રેકડી હટાવવાનું કહેતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો

shadow
1 Min Read

દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી હતી.

વડોદરામાં સયાજીબાગ બહાર રેકડી ચલાવતી મહિલાએ  આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.  દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

આ બનાવને પગલે થોડો સમય તો અફરા- તફરીનો માહોલ જોવા મળ્યો હતો.  પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. નોંધનીય છે કે સયાજીબાગમાં બાળમેળાનું આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં બહાર લારીઓ લાગી હતી.  ત્યારે આજે સવારથી જ દબાણ શાખા અને પોલીસ કર્મચારીઓની ટીમે દબાણ દૂર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન   દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી દિધા.

Share this Article
Leave a comment