Vadodara: વડોદરામાં નશાખોરો બન્યા બેફામ, નશો કરવા માટે સ્મશાન પણ ન છોડ્યું

shadow
1 Min Read

વડોદરા:  સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરો એટલા બેફામ બન્યા છે કે હવે તો સ્મશાનમાં પણ ડ્રગ્સના ડોઝ લેવામાં આવે છે. માંજલપુર સ્મશાનમાં નશીલા ઇન્જેક્શનો મળી આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

વડોદરા:  સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરો એટલા બેફામ બન્યા છે કે હવે તો સ્મશાનમાં પણ ડ્રગ્સના ડોઝ લેવામાં આવે છે. માંજલપુર સ્મશાનમાં નશીલા ઇન્જેક્શનો અને નશાની પાર્ટીનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત થતા પોલીસ વિભાગ અને પાલીકા એક્શનમાં આવી હતી.

ગત રોજ પાલિકાએ પાલિકા હસ્તકના  રાત્રી બજારમાં થતી ડ્રગ્સ પાર્ટીના અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રદર્શિત થયા હતા ત્યાર બાદ આજે માંજલપુર વિસ્તારમાં આવેલ માંજલપુર સ્મશાનમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચતા જોવા મળ્યું કે અહીં નાના બાળકોને દફનાવવાના સ્થળે ડ્રગ્સનો નશો કર્યા બાદ વપરાયેલા અને ફેંકાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આટલું જ નહીં શરાબની ખાલી બોટલો અને પેઇન કિલર માટે વપરાતા ઇન્જેક્શન એમ્પ્યુલસ પણ મળી આવ્યા હતા. અહીં નશાખોરો આવતા હોવાની કબૂલાત સ્થાનિક સિક્યુટી અને ટ્રસ્ટીએ પણ કરી હતી.

તો સમગ્ર અહેવાલ પ્રસારિત થતા પોલીસ દોડતી થઈ હતી અને એસ.ઓ.જીનો સ્ટાફ સહિતના અધિકારીઓ સ્મશાન ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તો પાલીકા હસ્તક રાત્રી બજાર અને સ્મશાનમાં નશાખોરીની પાર્ટીઓ સામે આવતા વિપક્ષ દ્વારા સિક્યુરીટી સામે સવાલ ઉઠાવ્યા હતા અને પાલિકાએ પણ તપાસના આદેશ આપ્યા હતા.

Share this Article
Leave a comment