Vadodara: વડોદરામાં 10 દિવસ પૂર્વે ગુમ યુવતીનો દાટી દેવાયેલો મૃતદેહ મળ્યો 

shadow
2 Min Read

વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોર ગામેથી 10 દિવસ પહેલા રહસ્યમય હાલતમાં ગુમ થયેલ યુવતીનું ગળુ દબાવી હત્યા કરી દાટી દેવાયેલ મૃતદેહ મળી આવતા પંથક માં ભારે ચકચાર મચી ગઈ છે.

વડોદરા: વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોર ગામેથી 10 દિવસ પહેલા રહસ્યમય હાલતમાં ગુમ થયેલ યુવતીનું ગળુ દબાવી હત્યા કરી દાટી દેવાયેલ મૃતદેહ મળી આવતા પંથક માં ભારે ચકચાર મચી ગઈ છે.   10 દિવસ પૂર્વે કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા વિધર્મી ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમારે યુવતીનું ગળું દબાવી હત્યા કરી દાટી દિધી હતી.  વડોદરા નજીકના પોર જીઆઇડીસીમાં રહેતી અને મૂળ ભાવનગરની વતની 35 વર્ષીય મિત્તલ રાજુભાઈ બાવળિયા એકાએક ગુમ થતા પરિવારજનો દ્રારા વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

મિત્તલના કરજણ તાલુકાના ખેરડા ગામે રહેતા ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમાર સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ કરી પોલીસને આપી હતી.   ઈસ્માઈલ ઈબ્રાહિમ પરમાર નામના વિધર્મી પ્રેમી દ્વારા યુવતીનું ગળુ દબાવી હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.  જાણકારીના આધારે પોલીસે ઈસ્માઈલ વારંવાર પૂછપરછ કરી હતી પરંતુ ઈસ્માઈલ તરફથી સહકાર નહિ મળતા સોમવારે વરણામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા ઈસ્માઈલએ  મિતલની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. 

હત્યા કર્યા બાદ  ખાડો ખોદી મૃતદેહ દાટ્યો હોવાનું  જણાવ્યું હતું જે કબુલાતના આધારે વરણામાં પોલીસે ઈસ્માઈલને સાથે રાખી તપાસ કરતા જે જગ્યાએ દાટવામાં આવ્યો હતો કે જગ્યાએ જેસીબી મશીનથી ખોદકામ કરાતા મિત્તલનો મૃતદેહ મળી આવ્યો હતો.  ઈસ્માઈલ પ્રાથમિક કબુલાતમાં રવિવારના રોજ વડોદરાના પોરગામથી મોટરસાયકલ પર મિત્રને બેસાડી જીઆઇડીસી માં આવેલ ખુલ્લા ખેતરમાં લઈ ગયો હતો અને જ્યાં ગળુ દબાવી હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો.  હત્યાનું કારણ પૈસાની લેતી દેતી હોવાનું જણાવ્યું હતું.  વરણામાં પોલીસે મળી આવેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.  પોલીસને મળી આવેલ મૃતદેહ પોસ્ટમોર્ટમ હોસ્પિટલમાં ખસેડી આપી વિધર્મી પ્રેમીની અટકાયત કરી છે. 

Share this Article
Leave a comment