વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી છે.
વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી છે. વાઘોડિયા રોડ ડી માર્ટ પાછળ દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીન છે. જેના બોગસ દસ્તાવેજોને આધારે એન્ટ્રી પડાવી અને કલેકટરનો બોગસ ટેનન્સી હુકમ સહિતના બોગસ દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાનો કારસો દંપતિએ રચ્યો હતો.
જમીનને લઈ કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી પણ બનાવી હતી. આ સાથે જ દોઢથી બે કરોડનો આલિશાન બંગલો પણ બનાવી દીધો. જમીન પર 57 સબપ્લોટ પાડીને ગજાનંદ રો હાઉસ અને કાનન-1 તેમજ કાનન-2 જેવી સ્કીમો પણ લોન્ચ કરવામાં આવી. સમગ્ર કૌભાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે દંપિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે અને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યાર બાદ પોલીસે સંજયસિંહ અને રેવન્યૂ અધિકારીને સાથે રાખી જમીનનો સરવે પણ કર્યો છે.