સુભાષ ઘાઈની પાર્ટીમાં પહોંચતી વખતે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનને જોઈને ભારે નારાજ દેખાઈ હતી. આ ઘટનાએ તરત જ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું.
Abhishek and Aishwarya Video Viral : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ગ્લેમર વર્લ્ડના સૌથી ફેવરિટ સેલેબ કપલ છે. જો કે, તાજેતરમાં તેમને એકસાથે જોઈને અફવાઓ ફેલાઈ હતી કે તેમના સંબંધોમાં બધુ ઓલ ઈઝ વેલ નથી. સુભાષ ઘાઈની પાર્ટીમાં પહોંચતી વખતે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનને જોઈને ભારે નારાજ દેખાઈ હતી. આ ઘટનાએ તરત જ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે.
જાણીતી અંગ્રેજી વેબસાઈટે સુભાષ ઘાઈની પાર્ટીમાંથી અભિષેક (અભિષેક બચ્ચન) અને ઐશ્વર્યા (ઐશ્વર્યા રાય બચ્ચન)નો એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં અભિનેત્રી અભિષેકથી નારાજ જોવા મળી હતી. ઓક્ટોબર 2022માં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીનો અભિષેક અને ઐશ્વર્યાનો બીજો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં ઐશ્વર્યા રાયે બરાબર આવી જ પ્રતિક્રિયા આપી હતી. વિડિયો પોસ્ટ થતાંની સાથે જ નેટીઝન્સે અભિષેક સામે ડરામણી નજરે જોવા બદલ ઐશને ટ્રોલ કરી હતી અને એવુ પણ અનુમાન લગાવ્યું હતું કે બંને વચ્ચે ઓલ ઈઝ વેલ નથી.
ઐશ્વર્યા જ સામે ચાલીને પહેલા માંગે છે માફી?
જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન ‘ધ કપિલ શર્મા શો’માં તેની ફિલ્મ સરબજીતના પ્રમોશન માટે જોવા મળી હતી ત્યારે હોસ્ટે તેને પૂછ્યું હતું કે, શું તેની અને અભિષેક વચ્ચે નાના-નાના ઝઘડા ચાલે છે? જેના પર એશ્વર્યાએ જવાબ આપ્યો હતો કે, ‘હા એવું બને છે.’ યાર બાદ કપિલે તેને આગળ પૂછ્યું હતું કે, ‘સૌથી પહેલા કોણ માફી માંગે છે?’ આ સાંભળીને ઐશ્વર્યા હસવા લાગી હતી અને નવજોત સિંહ સિદ્ધુએ વચ્ચે પડીને કહ્યું હતું કે, આ કેવો સવાલ છે? અભિષેક જ પહેલા સોરી કહેતો હશે. તેના પર એશે તરત જ જવાબ આપ્યો, ‘ના. હું પહેલા માફી માંગુ છું અને મામલો ખતમ કરું છું.
રિલેશનશિપને લઈને અભિષેકે કહ્યું હતું કે…
અભિષેક અને ઐશ્વર્યાના અલગ થવાની અટકળો અવારનવાર ચર્ચા જગાવતી રહે છે. જોકે, ડેક્કન ક્રોનિકલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિષેકે અફવાઓ પર સફાઈ આપી હતી અને કહ્યું હતું કે, તેઓ કોઈ પણ ત્રીજા પક્ષને પોતાના જીવન પર કંટ્રોલ કરવા નહીં દે. આ જ મામલે વધુ વાત કરતા અભિષેકે કહ્યું હતું કે, તે તેમના સંબંધોની હકીકત જાણે છે અને તેના પર સ્પષ્ટિકરણ કરવા માટે મીડિયાની જરૂર નથી.
15 વર્ષ પહેલા સોનાની સાડી પહેરીને બચ્ચન પરિવારની વહુ બની હતી ઐશ્વર્યા રાય, આટલી હતી કિંમત!
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે અને આ 15 વર્ષમાં તેમના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત દેખાવા લાગ્યા છે. તેમના લગ્ન બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંના એક હતા. આ લગ્નની દરેક વિધિ અલગ અને સૌથી ખાસ હતી, જેની એક ઝલક મેળવવા માટે ચાહકો દિવાના થઈ ગયા હતા. માયાનગરીમાં થયેલા આ લગ્નની ચર્ચાઓ આજે પણ થાય છે. ખાસ કરીને તે સાડી ભૂતપૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે લગ્ન દરમિયાન પહેરી હતી. સામાન્ય રીતે છોકરીઓ લગ્ન પ્રસંગે ભારે લાલ લહેંગા પસંદ કરે છે, પરંતુ ઐશ્વર્યા તેના લગ્ન માટે કાંજીવરમ સાડી પસંદ કરે છે. એ એવી સાડી નહોતી, પણ સોનાના તાંતણે બનાવેલી સાડી હતી. આ સિવાય સાડીમાં ક્રિસ્ટલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.