બોલિવૂડ સુપરસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાની સ્પાય થ્રિલર ફિલ્મ ‘મિશન મજનુ’એ ભલે ‘છત્રીવાલી’ને ટક્કર આપી રહી છે.
Rakul Preet Chhatriwali: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. હાલમાં રકુલ પ્રીતની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘છત્રીવાલી’ ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. OTT ફિલ્મ ‘છત્રીવાલી’ આજકાલ દર્શકોની પહેલી પસંદ બની છે. હવે ‘છત્રીવાલી’ OTT પ્લેટફોર્મ પર નંબર વન ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે.
રકુલની ‘છત્રીવાલી’ OTT પર પ્રભુત્વ ધરાવે છે
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે શનિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કર્યો હતો. આ પોસ્ટમાં તરણ આદર્શે રકુલ પ્રીતની ફિલ્મ ‘છત્રીવાલી’ અંગે ઘણી માહિતી આપી છે. ‘છત્રીવાલી’નું પોસ્ટર શેર કરીને તરણ આદર્શે કહ્યું હતું કે રકુલ પ્રીત સિંહ સ્ટારર ‘છત્રીવાલી’ આ દિવસોમાં સફળતાના રથ પર સવાર છે. ફિલ્મ ‘છત્રીવાલી’ OTT પ્લેટફોર્મ ZEE- 5 પર નંબર 1 ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે.
20 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ ZEE-5 પર રિલીઝ થયેલી ‘છત્રીવાલી’એ તેની સાથે રિલીઝ થયેલી OTTની તમામ વેબ સીરિઝ અને ફિલ્મોમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. બોલિવૂડ સુપરસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાની સ્પાય થ્રિલર ફિલ્મ ‘મિશન મજનુ’એ ભલે ‘છત્રીવાલી’ને ટક્કર આપી હોય, પરંતુ અલગ-અલગ જોનરની ફિલ્મ હોવાને કારણે ‘છત્રીવાલી’ને પણ સારી સફળતા મળી છે.
Tweet: હૉટ એક્ટ્રેસે હિન્દુત્વ અને પઠાણ મામલે કર્યુ ટ્વીટ, લખ્યું- બૉલીવુડ વાળાઓ પૉલિટિક્સથી દુર રહો નહીં તો…..
Kangana Ranaut Tweet: એકબાજુ અત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બૉક્સ ઓફિસ પર તબાહી મચાવી રહી છે, તો બીજીબાજુ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કંગના રનૌત ટ્વીટર એકદમ ખરાબ રીતે ટ્રૉલ થઇ રહી છે. હવે તેને પણ એક ટ્વીટ કરી કરી દીધુ છે. આમાં તેને હિન્દુત્વને લઇને નિવેદન આપ્યુ છે. તેનું કહેવુ છે કે, બૉલીવુડ વાળાઓ એ નેરેટિવ બનાવવાની કોશિશ ના કરો આ દેશમાં તમે હિન્દુ નફરતથી પીડિત છો, જો મેં ફરીથી આ શબ્દ સાંભળ્યો ‘નફરત પર જીત’ તો તમારા લોકોની તે જ ક્લાસ લાગશે જે કાલે લાગી હતી. પોતાની સફળતાનો આનંદ લો અને સારુ કામ કરો, રાજનીતિથી દુર રહો
કંગના હંમેશાથી પોતાના ટ્વીટ્સના કારણે ચર્ચામાં રહે છે, પઠાણ ફિલ્મના રિલીઝ થયા બાદથી જ તે સતત ટ્વીટ કરીને કંઇક ને કંઇક નિવેદનો આપી રહી છે. આ પહેલા પણ તેને આને લઇને સવાલો ઉઠાવ્યા હતા. તેનો સવાલ હતો કે, ભારત માટે લડાઇ અને બન્ને પક્ષો કૌણ છે ? રાષ્ટ્રવાદી વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી, બીજેપી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગ, પંડિત વિરુદ્ધ પઠાણ, તમારી રાજનીતિ, રાજનીતિ અમારી રજનીતિ કટ્ટરતા ? કમાલ છે યાર !!
Kangana Ranaut On Pathaan: કંગના રનૌતે ટ્વિટર પર કમબેક કર્યાને થોડા જ દિવસ થયા છે અને અભિનેત્રી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. શુક્રવારે તેણે કેટલાક ટ્વીટ્સ પોસ્ટ કર્યા જેમાં તેણે દાવો કર્યો કે ભલે શાહરૂખ ખાનની ‘પઠાણ’ સફળ થાય. પરંતુ દેશ હજી પણ ‘જય શ્રી રામ’ ના નારા જ લગાવશે. કંગનાએ કહ્યું કે તે ‘ભારતનો પ્રેમ અને સમાવેશ’ છે જે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને જબરદસ્ત સફળતા આપી રહી છે