વડોદરામાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. આ લિફ્ટ તૂટવાની ઘટનામાં કુલ 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા એપાર્ટમેન્ટમાં બની હતી.
વડોદરા: વડોદરામાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. આ લિફ્ટ તૂટવાની ઘટનામાં કુલ 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા એપાર્ટમેન્ટમાં બની હતી. લિફ્ટનો તાર અચાનક તૂટતાં બીજા માળેથી લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવ્યા હતા. લિફ્ટ તૂટતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, સમારકામના અભાવે લિફ્ટ તૂટવાની આ ઘટના બની હતી.