Vadodra: વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ડૂબી જતા બે સગાભાઈના માતાની નજર સામે જ મોત

shadow
1 Min Read

વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે સગાભાઈના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. બે ભાઈઓ માતા સાથે સીમમાં ગયા હતાં.

કેનાલમાં ડૂબી જતા બે સગાભાઈના મોત

વડોદરા:  વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા નર્મદા બ્રાન્ચ કેનાલમાં બે સગાભાઈના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. બે ભાઈઓ માતા સાથે સીમમાં ગયા હતાં. આ સમયે પાણીની તરસ લાગતા બંને ભાઈઓ કેનાલમાં ઉતર્યા હતાં.  આ સમયે એક ભાઈનો પગ લપસતા પાણીમાં ડૂબ્યો જેને બચાવવા જતા બીજો ભાઈ પણ ડૂબી ગયો હતો. 

માતાએ બંને સંતાનોને બચાવવા સાડીનો છેડો નાંખીને પ્રયાસ કર્યો હતો. જોકે માતાની નજર સામે જ બંને બાળકો કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા.  માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.  સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં ઝંપલાવી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.  રૂસ્તમપુરામાં બે સગાભાઈના ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  વાઘોડિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.  

Share this Article
Leave a comment