પોલીસે નવીન પટેલની કરી ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
Vadodara News: વડોદરામાં નિવૃત ડીવાયએસપીના ભાઈ, ભાભી, ભત્રીજા અને બે ભત્રીજી સહિત છ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. શેરખી ગામની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર છ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ લાખો રૂપિયાની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ કાર્યવાહી કરી રહી છે.
શેરખીમાં મયંક પટેલ, હિમાંશુ પટેલ, પીસિત પટેલ અને નીલય પટેલની સંયુક્ત માલિકીની લગભગ 18 વીઘા જમીન છે. મયંક પટેલના કુલ મુખ અત્યારનો ખોટો ઉપયોગ કરી નવીન પટેલે દસ્તાવેજ કરી આપ્યા હતા. લેન્ડ ગ્રેબિંગ મામલે સંજય કનુભાઈ પટેલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નવીન પટેલની કરી ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.