Vadodara: વડોદરામાં બે મહિલાઓ કેનાલમાં ડૂબી, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે

shadow
3 Min Read

વડોદરા: શહેરની સમા કેનાલમાં બે મહિલાઓ ડૂબી હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓ કેનાલમાં ડૂબી હોવાની જાણ થતા જ લોકો ટોળેટોળા ઉમટ્યા હતા. જે બાદ સ્થાનિક તરવૈયયા પણ કેનાલમાં બચાવ કાર્ય માટે પહોંચ્યા હતા.

કેનાલ ખાથે લોકોના ટોળેટોળા ઉમટ્યા

વડોદરા: શહેરની સમા કેનાલમાં બે મહિલાઓ ડૂબી હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓ કેનાલમાં ડૂબી હોવાની જાણ થતા જ લોકો ટોળેટોળા ઉમટ્યા હતા. જે બાદ સ્થાનિક તરવૈયયા પણ કેનાલમાં બચાવ કાર્ય માટે પહોંચ્યા હતા.  એક મહિલાને બચાવાઇ જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું છે. મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. 108 ની ટીમ અને સમા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

 પતંગ લૂંટવા જતા કુવામાં પડેલા 14 વર્ષના કિશોરનું મોત

મહેસાણા: ઊંઝા શહેરમાં રીંગ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કિશોર કૂવામાં પડી જતા મોતને ભેટ્યો છે. રામનગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હતો. અવાવવરુ કૂવામાં પડતા 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું છે. ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કઢાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતંગ લૂંટવા જતા આ કિશોર કુવામાં પડ્યો હતો. તહેવારના સમયમાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. ઘાસચારા વચ્ચે કૂવો દેખાતોના હોવાથી કિશોર અકસ્માતનો ભોગ બન્યો હતો.

પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત

Surat: આવતીકાલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે. આ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં એક કરૂણ ઘટના સામે આવી છે. સુરતના પલસાણાના વાંકાનેડામાં ધાબા પરથી પડી જતા 15 વર્ષના કિશોરનું મોત થયું હતું.

કેવી રીતે બની ઘટના

મૃતક કિશોરને પતંગ ચગાવવા ધાબા પર જવું હતું. પોતાના ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ ઓટીએસ ક્રોસ કરવા જતાં પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. વ્હાલસોયાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Share this Article
Leave a comment