Gujarat Weather Update: કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદમાં થશે માવઠું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

shadow
3 Min Read

રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે.

Gujarat Weather Update:  ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 29 જાન્યુઆરી રાત થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, નલિયા 4.5 ડિગ્રી તાપમાન અને રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માવઠાથી ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે

રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ 28 જાન્યુઆરી એ વાતાવરણમા પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે તે પ્રમાણે આગાહી કરતા ખેડૂતો ની ચિંતા વધી છે હાલની સ્થિતિ એ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે જેને લઈ જો કમોસમી માવઠું આવે તો પાટણ જિલ્લામાં ખેડૂતો એ વાવેલ બે લાખ કરતા વધુ હેકટર માં વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે જેને લઈ પાટણ જિલ્લાનો ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યો છે.

પાકને થશે નુકસાન

ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.  બનાસકાંઠા અને પાટણ મા  પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેથી જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની તમામ મહેનત પર માવઠા નું પાણી પાક મા ફરી વળે અને ફરી એકવાર ખેડૂતોને  પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાવા પામે જેને કારણે ખેડૂતો ને મોટી નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે  હાલ ની સ્થિતિ એ પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં  સહીત  2 લાખ થી વધુ  હેકટર મા રવિ પાકો નું વાવેતર કરેલ છે  જેમાં રાયડો અને એરંડા ના પાકો ની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરો મા ઉભા છે અને જો વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો   થાય તો  વિવિધ રવિપાકો તેમજ શાકભાજીના વાવેતર ને મોટા પાયે નુકશાન થવાની શક્યતા ઓ છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગ ની આગાહી ખોટી પડે તેવું ઇચ્છી રહ્યા છે.

Share this Article
Leave a comment