Gujarat Election 2022: આપના ઉમેદવાર સાયકલ પર ગેસનો બાટલો અને તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા

shadow
1 Min Read

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભાના આપના ઉમેદવાર દિનેશભાઇ જોશી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા.

ખાસ વાત એ રહી હતી કે દિનેશ ભાઇ સાયકલ પર તેલનો ડબ્બો અને ગેસ સિલિન્ડર લઇને મતદાન કરવા આવ્યા હતા

દિનેશભાઇ રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક પશ્ચિમના ઉમેદવાર છે.

રાજકોટ પશ્ચિમ પર ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ છે

આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.

Share this Article
Leave a comment