વડોદરામાં ડભોઈ પોલીસ સ્ટેશનની ગુમ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મળી આવી હતી.
વડોદરામાં ડભોઈ પોલીસ સ્ટેશનની ગુમ મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મળી આવી હતી. મળતી જાણકારી અનુસાર, ડભોઇ પોલીસ સ્ટેશનની ગુમ મહિલા કોન્સ્ટેબલ અને તેની સાથેનો યુવક મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મળી આવ્યા છે. અને પોલીસે બંન્નેને ડભોઈ પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલને ડભોઇ લાવ્યા બાદ વધુ વિગત સામે આવશે.
મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલાં રજા મૂકી ભેદી સંજોગોમાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. તેમની રજૂઆતના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ડભોઈ પોલીસની અલગ અલગ ત્રણથી ચાર ટીમો તપાસમાં જોડાઈ હતી અને પોલીસને મહારાષ્ટ્રમાં હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસની અમુક ટીમ મહારાષ્ટ્ર તરફ રવાના કરાઈ હતી ત્યારે બંન્ને કોલ્હાપુરથી મળી આવ્યા હતા.