Rajkot: ઉપલેટામાં નદીમાંથી નેપાળી યુવકની લાશ મળી આવતા ખળભળાટ, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

shadow
3 Min Read

રાજકોટ:  જિલ્લાના ઉપલેટામાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઉપલેટા શહેરની મોજ નદીમાંથી શહેરના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા રામ બહાદુર રાવલ નામના 42 વર્ષીય નેપાળી યુવકની લાશ મળી આવી હતી.

પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટ:  જિલ્લાના ઉપલેટામાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઉપલેટા શહેરની મોજ નદીમાંથી શહેરના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા રામ બહાદુર રાવલ નામના 42 વર્ષીય નેપાળી યુવકની લાશ મળી આવી હતી. મોજ નદીના કાંઠે આવેલ ગાયત્રી શક્તિપીઠની સામે નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસને જાણ થતા પીઆઈ કે. કે. જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લાશ મળી આવતા લોકો પણ મોટી સંખ્યામાં જોવા માટે એકત્રિત થયા હતા. મૃતદેહને પંચનામા બાદ પોસ્ટ મોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. યુવકની હત્યા થઈ છે કે, આત્મહત્યા તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પીએમ રિપોર્ટ બાદ સાચી હકીકત જાણવા મળશે.

મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોત

મહેસાણા જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં લગાતાર વધી રહી છે.  છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ હીટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના  મોત થયા છે. મહેસાણા જીલ્લાના રસ્તાઓ પર હિટ એન્ડ રનની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.  આ અંગે વિગતે વાત કરીએ તો મહેસાણાના ઘુમાસણ ગામનો અજય પટેલ ઉમર વર્ષ ૨૭  પગપાળા સંઘ લઇ ઉમિયા માતાજીના દર્શને જતો હતો ત્યારે મહેસાણા ઉંઝા રોડ પર રાતના એક વગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને રોડ પર તડપતા તડપતા તેનું મોત થયું.

અજયના પરિવારમાં એક ભાઈ તેના માતાપિતા અને એક પત્ની છે. જોકે ઘરમાં કમાનાર આ એક જ યુવાન હતો ત્યારે તેની પત્ની પૂનમ પટેલ રડતા રડતા કહે છે કે અમારું કોણ ? મારા પતિને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ત્યાથી ચાલક નાસી ગયો. જો તેમને સમયસર સારવાર મળી હોત તો તેઓ બચી ગયા હોત. હવે અમારો સહારો કોણ ? મારા પતિએ લોકોની બહુ સેવા કરી પણ તેમને કોઈ સારવાર કરવા લઇ ન ગયા. યુવકના પિતા પણ રડતી આખોએ પોલીસ તંત્રને અપીલ કરે છે કે બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો જરા ધ્યાન આપે કારણ કે આપની બેદરકારીથી કોઈનો પરિવાર વિખેરાઈ જાય છે.

મહેસાણા જીલ્લામાં બીજી હિટ એન્ડ રનની ઘટના બની મહેસાણા અમદાવાદ હાઇવે પર. મેવડ ગામના પાટિયા પાસે બોરીયાવી ગામના જેન્તીભાઈ મકવાણા ઉમર વર્ષ ૬૦  આમદાવાદ લગ્નમાં જવા નિકળ્યા હતા ત્યારે રોડ પર બસમાં બેસવા જતા હતા ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી જેમાં આ વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન મોત થયું.  મહેસાણા જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હીટ એન્ડ રનની બે ઘટના બની જેમાં બે લોકોના મોત થયા. મહેસાણા પોલીસ ભલે રોડ સેફટીના નામે લાખો રૂપિયાના દંડ વસુલે કે પછી જાહેરાત કરે પરતું મહેસાણા જીલ્લામાં રોજ હીટ એન્ડ રનની ઘટના બને છે અને પોલીસ માત્ર ગુનો નોધી રહી છે. 

Share this Article
Leave a comment