રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં દીવાલ ધસી પડતાં 1નું મોત થયું છે જયારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
Wall collapse: રાજકોટમાં અચાનક દીવાલ ધસી પડતાં ભંયકર દુર્ઘટના ઘટી છે. રાજકોટની લક્ષ્મીવાડી નજીક દીવાલ ધસી પડતાં 3 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયાના અહેવાલ છે.રાજકોટની લક્ષ્મીવાડી વિસ્તારમાં 21 નંબરની શેરીમાં છજુ તુટી પડ્યું હતું,રિનોવેશન કામ દરમિયાન ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રેસ્ક્યુ કામગીર હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ છે.
Chinese String Death: રાજ્યમાં એક જ દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત
Chinese String Death:મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે.
વડોદરામાં પતંગની દોરીના કારણે યુવકનો અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો
મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ 4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં
4 વર્ષીય માસૂમ દીકરીને ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.
બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.
Junagadh:જૂનાગઢના માળિયા હાટીનાના ભાખરવડ ડેમમાં ડૂબી જતા સગા ભાઈ બહેન સહિત 3ના મોત
જૂનાગઢના માળિયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, માળિયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા હતા. આ ઘટનામાં બે યુવક અને એક યુવતીનું મોત થયું હતું. જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. ભાખરવડ ડેમમાં ડૂબી જતા સગા ભાઈ બહેન સહિત 3ના મોત થયા હતા. જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. ઉત્તરાયણની રજામાં એક યુવતી અને 3 યુવક ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ સમયે સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેને બચાવવા જતા અન્ય 3 પણ પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ભાખરવડ ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના થયા મોત છે. જ્યારે એક સારવાર હેઠળ છે. એક યુવતી અને 3 યુવકો ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ સમયે સેલ્ફી લેતા એકનો પગ લપસ્યો હતો અને તે ડેમમાં પડી ગયો હતો. જેને બચાવવા જતાં અન્ય 3 પણ ડેમમાં ડૂબ્યા હતા.
બોટના સહારે તરવૈયાઓની મદદથી ચારેયની શોધખોળ શરૂ કરાઈ હતી. બાદમાં યુવતી અને 2 યુવકના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક સારવાર હેઠળ છે. મૃતકોમાં બે સગા ભાઈ-બહેન છે. બનાવની જાણ થતાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ દોડી આવ્યા હતા.