સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સુરત પોલીસે 2 લોકોને ઝડપી લીધા જેઓ વિદેશથી Apple iPhone કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ બે નંબરમાં મંગાવતા હતા.
સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સુરત પોલીસે 2 લોકોને ઝડપી લીધા જેઓ વિદેશથી Apple iPhone કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ બે નંબરમાં મંગાવતા હતા. ફોન મંગાવીને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબર વાળા સ્ટીકર બનાવી ગ્રાહકોને વેચતા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે 2 લોકોને ઝડપી લીધા છે.
238 નંગ Apple iPhone મોબાઇલ ફોન તથા સમાર્ટ વોચ સહીત કૂલ રૂપિયા 92 લાખ નો મુદ્દામાલ સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ફઇમ ફારૂક મોતીવાલા અને સઇદ ઇબ્રાહીમ પટેલ નામના બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.